गुरुवार, 2 फ़रवरी 2023

ભારતનું બજેટ 2023, union budget 2023

 

ભારતનું બજેટ



ભારતનું બજેટ બને છે કેવી રીતે?

આપણને એનાથી શું ફરક પડે છે?

આવા ઘણા બધા સવાલોનો જવાબ તમને આ લેખમાં મળી જશે.

બજેટ બને છે કેવી રીતે?

બજેટમાં ત્રણ મુદ્દા મહત્વના હોય છે.

1.    ભારત કેટલા પૈસા ક્માવવાનું છે?

2.   ભારત કેટલા પૈસા સ્પેન્ડ કરવાનું છે?

3.   આવત વર્ષે ભારતનું ફોકસ શેના પર રહેશે?

આ વર્ષના બજેટનું કામ ગયા વર્ષના એટલે કે ઓગસ્ટ2022માં જ શરૂ થઈ ગયું હતું.

સૌ પ્રથમ નાણાં મંત્રાલય એક સર્ક્યુલર બહાર પાડે છે અને આખા મંત્રાલયને એક અંદાજપત્ર આપવા માટે કહે છે. અને તેમાં આવતા વર્ષમાં તેમને કેટલા પૈસા લાગશે? કેટલા પ્રોજેકટ પર કામ શરૂ થશે? આ બધી જ બાબત પર મંત્રાલય એપ્રિલ થી લઈને ઓગસ્ટ સુધીના પોતાના ખર્ચા જોવે છે, અને તેમાં આવતા વર્ષમાં પ્રોજેક્ટ્સ માં લગાવવાના પૈસાને જોડીને આ અંદાજપત્ર નાણાં મંત્રાલય ને મોકલે છે.

નાણાં મંત્રાલય પણ એક અંદાજપત્ર નિકાળે છે. જેમાં આવતા વર્ષમાં જી.ડી.પી. કેટલો ગ્રો થવો જોઈએ અને પછી આ બને ફિગરને ટોપ ઓફિસર સુધી પહોચાડે છે. અને ત્યાંથી મંજૂરી મળ્યા બાદ બજેટ બનાવવાનું કામ શરૂ થાય છે. આમ જોવા જઇયે તો આ પ્રક્રિયા 1 મહિનામાં પણ પતાવી શકાય છે. પરંતુ આપણાં નાણાં મંત્રાલય અલગ અલગ હિસ્સેદારો(stakeholders)ને કન્સલ્ટ કરે છે. જેમ કે બિજનેસ, ટ્રેડ બોડીસ, પામા યુનિયન વગેરે. તે તેમને સજેસન કન્સિડર કરે છે અને પછી જ ફાઇનલ બજેટ બને છે.

સૌથી અંતમાં નાણાંમંત્રી અને પ્રધાનમંત્રી ચર્ચા કરીને એક ફાઇનલ બજેટ બનાવે છે. અને આ ફાઇનલ બજેટ ડોકયુમેંટ થયા બાદ હલ્વો બનાવવામાં આવે છે, અને આ હલવો નાણાં મંત્રાલયના બધા જ મેમ્બર્સ ને વહેચવામાં આવે છે. આ પત્ર 1 ફેબ્રુઆરીએ પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવે છે.



બજેટ રજૂ કેવી રીતે થાય છે?

દર વર્ષે 1 ફેબ્રુઆરીએ બજેટ પાર્લામેન્ટમાં રજૂ થાય છે, અને તેના એક દિવસ પેહલા 31 જાનુયારીએ ભારતની ઇકોનોમીમાં શું થઈ રહ્યું છે? પાછલા વર્ષે ભારતની ઇકોનોમી એ કેવી રીતે કામ કર્યું, આ બધી જ વાત ઇકોનોમી સર્વે માં લોકોની સામે મુકાય છે. અહિયાં પાછલા વર્ષે inflation કેટલું થયું? Foreign trade ની ફિગર કેટલી હતી? આપણે કેટલી લોન લીધી? આ બધી જ વસ્તુ લોકોની આગળ રજૂ થાય છે.

1 ફેબ્રુઆરીએ આપણાં નાણાંમંત્રી પાર્લામેન્ટમાં બજેટ રજૂ કરે છે આ બજેટ બે ભાગમાં હોય છે.

1.    બજેટ સ્પીચ અને અનાઉન્સમેન્ટ

2.   Accounts

તે ઉપરાંત અનાઉન્સમેન્ટ બે પ્રકારે થાય છે.

1.    જનરલ

2.   સ્પેસિફિક

તે ઉપરાંત બજેટ ને પણ બે ભાગ માં રજૂ કરવામાં આવે છે.

1.    રેવેન્યુ બજેટ

2.   કેપિટલ બજેટ



ખર્ચ અને આવકની વિગતો રેવેન્યુ બજેટમાં જ હોય છે. આવકની પ્રાપ્તિમાં કર અને કર સિવાયના સ્ત્રોતમાથી મળેલી રકમ બતાવવામાં આવે છે. રેવેન્યુ બજેટએ સરકારના રોજિંદા કામકાજ અને નાગરિકોને પૂરી પાડવામાં આવતી સેવાઓમા થતો ખર્ચ છે. જો રેવેન્યુ બજેટ રેવેન્યુ આવક કરતાં વધુ હોય તો સરકારને રેવેન્યુ deficit થઈ શકે છે. કેપિટલ બજેટએ સરકારની રસીદો અને તેના વતી કરવામાં આવેલી ચૂકવણીની વિગતો છે. તેમાં જાહેર જનતા પાસેથી લેવામાં આવેલી લોન, વિદેશમાંથી અને આરબીઆઇ પાસેથી લીધેલી લોનનો સમાવેશ થાય છે. બીજી બાજુ રેવેન્યુ ખર્ચમાં મશીનરી, સાધનો, મકાનો, આરોગ્ય સુવિધા, શીક્ષણ પરના ખર્ચનો સમાવેશ થાય છે. જ્યારે સરકાર તેની આવક કરતાં વધુ ખર્ચ કરે છે ત્યારે રાજકોષીય ખાધની સ્થિતિ ઊભી થાય છે.

 

આનાથી વધુ માહિતી માટે બીજી પોસ્ટ જુઓ...

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

बजट 2026: 'विकसित भारत' की ओर एक और मजबूत कदम | मुख्य बातें और विश्लेषण

आज, 1 फरवरी 2026 को वित्त मंत्री निर्मला सीतारमण ने संसद में अपना लगातार 9वां बजट पेश किया। इस बजट का मुख्य उद्देश्य आर्थिक स्थिरता को बनाए ...