गुरुवार, 19 जनवरी 2023

સંગીત અને મહાત્મા

મેઘા ડાલ્ટન લોકપ્રિય ગાયિકા 

આજે 19 જાન્યુઆરી 2023 ના રોજ એક આમંત્રણ મળ્યું કે સભાગૃહમાં ગાંધીગાન થવાનું છે બધા વિદ્યાર્થીઓએ ત્યાં પોહચી જવુ. પહેલા વિચાર આવ્યો કે  ગાંધીગાનનો કાર્યક્રમ છે એમાં શું મજા આવશે.. ??  પછી થયું કે જઈએ અડધો કલાકનો કાર્યક્રમ છે બેસી જઈએ... કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ ત્યારબાદ મેઘા ડાલ્ટનનું સ્વાગત કરવામાં આવ્યું. અને તેમણે પ્રથમ ગાંધીગાન ગાવાની શરૂઆત કરી અને તેમનો કર્ણપ્રિય લાગે તેવો સુરીલો અવાજ સાંભળવાની ઘણી જ મજા આવી.  અને 1 કલાક ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી. ખૂબ જ આનંદ થયો કે હું આ કાર્યક્રમનો ભાગ બની.

મેઘા ડાલ્ટન એ ઝારખંડના ડાલ્ટન શહેરમાંથી આવે છે. ખૂબ જ નાની ઉંમરએ તેમણે તેમના કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે ફેલ થવું એ એક નવી સીડી ની શરૂઆત છે તેના થી ઉદાસ થવાની કોઈ જ જરૂર નથી. તમે જીવનમાં કઈ પણ મેળવી શકો છો ફક્ત આત્મવિસવાસની જરૂર છે ક્યારેય હાર માનવાની નહીં 

મેઘા ડાલ્ટનએ  ગાંધી ગીતો ની શરૂઆત અને તેની પ્રેરણા ગામના આદિવાસી લોકોથી લીધી હતી,  અને તેમની પાસેથી તેઓ આ ગીત શીખ્યા હતા,  આ ગાંધી રંગ તેમને ત્યાંથી લાગ્યો  હતો અને તે માને છે કે ગાંધી એ સર્વ જગ્યાએ છે.  ગાંધીએ લોકો માં છે, વસ્તુમાં છે, વાતાવરણમાં છે, સર્વ જગ્યા એ ગાંધી ફેલાયેલા છે. અને તેમની સાથે ગીતો ગાવાની મજા અને ખૂબ જ આનંદ થયો હતો. 

તેમણે ગાયેલા ગીતમાં ફક્ત ગાંધી ગીત જ નહીં પરંતુ તેમની ત્યાંની આદિવાસી ભાષા અને તે ઉપરાંત ભોજપુરી માં ગાયેલું ગીત અને હિન્દી ગીત તથા ગુજરાતીમાં પણ વાલમ આવો ને કહી ને તેમણે બધા જ વિદ્યાર્થીઓ આગળ એક સારો સંબંધ ઊભો કરી દીધો હતો આપણને એવું ન લાગે કે આપણે એમને પહેલી વખત મળી રહ્યા હોઈએ. જેમ દૂધ માં સાકર ભળી જતી હોય છે તેમ જ વિદ્યાર્થીઓ તથા મેઘા ડાલ્ટન  પણ  ભળી ગયા હતા. બાપુને તેઓ બુઢીયા બાપુ કહી ને બોલાવતા હતા.તેઓ એ કહ્યું કે આમાં પોતાપણું લાગે છે..

"જુહાર" થી થયેલી શરૂઆત જય જગત પર આવી ને વિરામ પામી હતી...

તેમણે મળીને ખૂબ જ આનંદ થયો...

ગીતોની યાદી :

"ગાંધી બાબા કાનૂન સે લાડે......"

"કે હૂકુમ દિયા..."

"મહાદેવા..."

"મોરે તૂટેના ચરખા કે તાર ચરખવા ચાલુ રહે...."










कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

बजट 2026: 'विकसित भारत' की ओर एक और मजबूत कदम | मुख्य बातें और विश्लेषण

आज, 1 फरवरी 2026 को वित्त मंत्री निर्मला सीतारमण ने संसद में अपना लगातार 9वां बजट पेश किया। इस बजट का मुख्य उद्देश्य आर्थिक स्थिरता को बनाए ...